Saturday, August 15, 2009

સમયથી વધારે તને મળીશ નહીં...

સમયના કોઈ ઈજારે તને મળીશ નહીં,ઘરે હું સાંજ સવારે તને મળીશ નહીં.
મુકામ હરઘડી બદલાતો હોય છે મારો,નિરાંત સાંપડે ત્યારે તને મળીશ નહીં.
ભટકતી લાશ છું મઝધારમાં જ અટવાઈશ,હું ફીણ થઈને કિનારે તને મળીશ નહીં.
તને નિરાંતનો નિશ્ચિત સમય ને દિન આપીશ,ગમે ત્યાં રસ્તે – બજારે તને મળીશ નહીં.
મરણની એ ઘડી નજદિક જણાય છે નીલેશ સમયથી હુંય વધારે તને મળીશ નહીં.

0 comments:

Post a Comment