| This feature is powered by Dishant.com - Home of Indian Music |
Saturday, November 7, 2009
પશુપાલન મંત્રી
રંગે કાળા અને વાળે ધોળા એવા બિરજુ પ્રસાદ યાદવ પશુપાલન ખાતાના મંત્રી થયા એની ખુશીમાં પોતે અડધો ડઝન ભેંસો વચ્ચે ઊભા રહીને ફોટો પડાવ્યો.
બીજે દિવસે છાપામાં ફોટો છપાયો. નીચે લખેલું : ‘નવા પશુપાલન મંત્રી, તસ્વીરમાં ડાબેથી ચોથા !’
ડૉક્ટર-કાકા
કાકા : ડૉક્ટરસાહેબ, મને વહેમ રહ્યા કરે છે કે કોઈ મારો પીછો કરે છે.
ડૉક્ટર : એ વહેમ નથી, તમારું આગલું બિલ બાકી છે એટલે મારો કમ્પાઉન્ડર તમારો પીછો કરે છે !
સાભાર પરત...
લાગણીના સાગરે મસ્તી હતી !
હા, કવિ ને કાવ્યની કસ્તી હતી !
લ્યો ‘પરત સાભાર’ થૈ આવી ઘરે !
શું કિલોના ભાવની પસ્તી હતી ???
Subscribe to:
Posts (Atom)

