
અહીં પ્રેમ કેરો સાદ છે,
પ્રભુજીનો પ્રસાદ છે,
ને પ્રકૃતિનો વરસાદ છે!
બૉસ, આ ગુજરાત છે!
અહીં નર્મદાનાં નીર છે,
માખણ અને પનીર છે,
ને ઊજળું તકદીર છે!
યસ, આ ગુજરાત છે!
અહીં ગરબા-રાસ છે,
વળી જ્ઞાનનો ઉજાસ છે,
ને સોનેરી પરભાત છે,
અલ્યા, આ ગુજરાત છે!
અહીં ભોજનમાં ખીર છે,
સંસ્કારમાં ખમીર છે,
ને પ્રજા શૂરવીર છે!
કેવું આ ગુજરાત છે!
અહીં વિકાસની વાત છે,
સાધુઓની જમાત છે,
ને સઘળી નાત-જાત છે,
યાર, આ ગુજરાત છે!
અહીં પર્વોનો પ્રાસ છે,
તીર્થો તણો પ્રવાસ છે,
ને શૌર્યનો સહવાસ છે!
દોસ્ત, આ ગુજરાત છે!
Friday, July 31, 2009
બૉસ, આ ગુજરાત છે !
જીવતા ભુત્ત...
એક વખત બે ભૂત એક બિજા સાથે વાત કરી રહ્યા હતા. પહેલુ ભૂત બિજા ભૂત ને : તારુ મોત કેવી રીતે થયું હતુ ?
બિજુ ભૂત : મારું મોત તો ઠંડી ના લીધે થયુ હતુ.
પહેલુ ભૂત : એ કેવી રીતે ?
બિજુ ભૂત : હું એક વાર ફ્રીઝ માં પુરાઇ ગયો હતો અને પછીલાંબા સમય સુધી એમા જ રહેવા થી હું મ્રુત્યુ પામ્યો હતો.
પહેલુ ભૂત : તો તારો ઠંડી થી મરવા નો અનુભવ કેવો રહ્યો ?
બિજુ ભૂત : પહેલા તો ફ્રીઝ માં બેઠો ત્યારે મને સારુ લાગ્યું.પછી ઠંડી ધીરે ધીરે વધારે લાગવા માંડી. પછી તો મારી આંખસામે ધીરે ધીરે અંધારા આવવા લાગ્યા. મને ગભરામણ થવાલાગી. અને પછી હું મ્રુત્યુ પામ્યો.
બિજુ ભૂત પહેલા ભૂત ને : તારુ મ્રુત્યુ કેવી રીતે થયુ હતુ ?
પહેલુ ભૂત : મારુ મોત હાર્ટ એટેક થી થયુ હતુ.
બીજુ ભૂત : ઓહ્હ્હ.... પણ તને હાર્ટ એટેક કેમ આવ્યો હતો ?
પહેલુ ભૂત : ખરેખર એમા એમ હતુ કે.... મને એક દીવસ ખબરપડી કે મારી પત્ની નું બિજા કોઇ સાથે લફડુ છે. અને એ વ્યક્તિઅત્યારે મારા ઘરમાં છે. એટલે હુ તરત જ ઉતાવળે મારા ઘરેગયો. ત્યા મેં બહાર કોઇના બુટ પડેલા જોયા. એટલે મને ખાતરીથઇ ગઇ કે એ વ્યક્તિ મારા ઘરમાં જ છે. એટલે હુ તરત જ દોડીને ફટાફટ દાદરા ચડી ને ઉપર બેડરૂમ માં ગયો. પણ ત્યાંમારી પત્ની એકલીજ હતી એટલે હું દોડી ને બાથરૂમ માં જોવાગયો પણ એ ત્યાં પણ નહતો. એટલે પછી મે એને શોધવા માટેઆખા ઘર માં દોડાદોડ કરી મુકી જેના લીધે મને હાર્ટ એટેકઆવ્યો.
બિજુ ભૂત : તે ફ્રીઝ માં જોયું હતુ ?
પહેલુ ભૂત : ના.
બિજુ ભૂત : તો પછે તારે ફ્રીઝ માં જોવુ હતુ ને... તે જોયુ હોત તોકદાચ આજે આપણે બન્ને જીવતા હોત ....
Thursday, July 30, 2009
રેસિંગની કાર અવાજ કેમ વધુ કરે છે ?
ડાહયો દીકરો
ઘેર મહેમાનો આવેલા હતા. તેમની હાજરીમાં પિતાએ પુત્રને પૂછ્યું :
‘બેટા, તારા આ બૂટ તું ક્યાંથી લઈ આવ્યો ?’
‘મંદિરેથી ચોરી કરીને…’ દિકરો બોલ્યો.
‘જોયું ને ! મારો દીકરો ચોરી કરે, પણ ખોટું તો કદિયે ન બોલે !’ પિતાએ ઈજ્જત બચાવવા કેસરિયાં કરતાં કહ્યું.
Wednesday, July 29, 2009
બીમાર દર્દી
ડૉક્ટર (દર્દીને) : ‘મેં જે દવાનાં પડીકાં તમને મધ સાથે લેવાનાં કહ્યાં હતાં તેનાથી તમને કંઈ ફાયદો થયો ?’
દર્દી : ‘તમે પડીકાં જરા પાતળા કાગળમાં બાંધજો.’
ડૉક્ટર : ‘કેમ ?’
દર્દી : ‘બહુ જાડા કાગળનું પડીકું ગળે નથી ઊતરતું !
માણસને બગાસાં કેમ આવે છે ?
Tuesday, July 28, 2009
એલ્યુમિનિયમ ફોઈલમાં વસ્તુ ગરમ કેમ રહે છે ?
એલ્યુમિનિયમ ધાતુ ગરમીની સુવાહક ગણાય છે. તેમ છતાં એલ્યુમિનિયમ ફોઈલમાં મૂકેલી ખાદ્યસામગ્રી લાંબા સમય સુધી ગરમ રહી શકે છે. એલ્યુમિનિયમ ધાતુ ગરમીની સુવાહક હોવાથી એવું માનવાને મન થાય કે આંતરિક ગરમીને તેની આરપાર નીકળી ખુલ્લી હવામાં ભળી જતાં વાર ના લાગે. આમ છતાં પોલિશ કરેલી એલ્યુમિનિયમ ફોઈલનો ગુણધર્મ જુદો છે. ગરમીને તે પરિવર્તિત કરી જાણે છે. ગરમીનાં મોજાંને તે પરાવર્તિત કરી પાછા મોકલે છે. ફોઈલના બંધ પેકેટમાં કેદ પુરાયેલી ગરમી તેને કારણે બહાર નીકળી શક્તી નથી. એટલે ખાદ્યસામગ્રી પણ જલદી ઠંડી પડી જતી નથી
રામુ ચોર
રામુને ચોરીના આરોપસર કોર્ટમાં જવું પડ્યું.
જજ : ‘રામુ, તું કહે છે કે તેં એક જ સાડી ચોરી છે; તો પછી તેં દુકાનમાં પાંચ વાર ધાડ કેમ મારી હતી ?’
રામુ : ‘સાહેબ, શું કરું ? મારી પત્નીને કલર, ડિઝાઈન વગેરે તેના બ્લાઉઝ સાથે મેચ કરવા હતા !’
Monday, July 27, 2009
બાપુ
"બાપુ" એક વાર લોટો લઇ ને જંગલ જવા નીકળ્યાપાછા વળતા ગામ ના પાદરે એક જુવાનીયાએપુછ્યુ..;- કાં બાપુ આપણા ગામ નો સીમાડો આટલો મોટો સે ઇ મુકી ને આપ પર-ગોમ ના સીમાડા મોં લોટો લૈ ને કાં જાવ?? બાપુ ;- બેટા આપણા ગોમ મોં તો હઉ ને ખબર જ સે , પણ બાજુ ના ગામ વાળાઓ ને ય ખબર પડે ને??? કે "બાપુ" ખાધે-પીધે સુખી સે ...
Friday, July 24, 2009
ઉપવાસ કેમ કરવામાં આવે છે ?
આ પ્રશ્નનો ઉત્તર મેળવતાં પહેલાં ‘ઉપવાસ’ શબ્દનો અર્થ જાણી લઈએ. ‘ઉપ’ એટલે સમીપે – નજીક અને ‘વાસ’ એટલે રહેવું. ઉપવાસ એટલે નજીક રહેવું. તો બીજો સવાલ એ ઊઠે છે કે કોની નજીક રહેવું ? તો તેનો જવાબ છે કે એ પરમતત્વની નજીક રહેવું જેણે આ સકળ સંસારને સ્વયંસંચાલિત રીતે હર્યોભર્યો રાખ્યો છે. બહુ સાદા શબ્દોમાં કહીએ તો ઉપવાસ એટલે પરમાત્માની સમીપ રહેવા માટે ફાળવેલો સમય.
બાબા
સેલ્સમેન : ‘તમે કઈ કંપનીનો સાબુ, પેસ્ટ, ટુથબ્રશ અને શેવિંગ ક્રીમ વાપરો છો ?’
રમેશ : ‘બાબાનો સાબુ, બાબાની પેસ્ટ, બાબાનું ટુથબ્રશ અને બાબાની શેવિંગ ક્રીમ.
સેલ્સમેન : ‘શું આ ‘બાબા’ બહુ મોટી આંતરરાષ્ટ્રીય કંપની છે ?’
રમેશ : ‘ના… ના, બાબા તો મારો રૂમ પાર્ટનર છે…’
Thursday, July 23, 2009
Wednesday, July 15, 2009
પ્રેમાળ પતિ
રમતમાં મશગુલ એવો એક અઠંગ ખેલાડી ફોન લેવા માટે સ્પિકર ફોન ચાલુ કરીને હાથમાં પત્તાં રમાડતાં વાત શરુ કરે છે…
ખેલાડી - “એલાવ…”
સામે છેડે - “વ્હાલા, તું ક્લબમાં છો?”
ખેલાડી - “હા”
સામે છેડે - “હું અહીં મૉલમાં ખરીદી કરવા આવી છું અને મને જરી ભરતથી ભરેલી સાડી ગમી ગઈ છે,
રૂ. ૫,૦૦૦ કહે છે લઈ લઉં?”
ખેલાડી - “લઈ લે ને, વહાલી, એમાં પુછવાનું હોય કાંઈ?”
સામે છેડે - “ઝવેરીનો ફોન આવ્યો તો, તેની પાસે નવી ડિઝાઈનના ડાયમંડસેટ આવ્યા છે, પસંદ પડે
તો એકાદ લઈ લઉં?”
ખેલાડી -”શું રેંજમાં છે?”
સામે છેડે - “લાખ સવા લાખ સુધી થઈ જશે…”
ખેલાડી - “તારી ખુશી માટે સવા લાખ મંજુર છે..”
સામે છેડે - “ગાડીની ડિસ્કાઉન્ટ ઓફરનો આજે છેલ્લો દિવસ છે મારા માટે…”
ખેલાડી - ‘વ્હાલી આજે હું બહુ ખુશ છું, તેને જોઇતો મોડલ આજે જ નોંધાવી જે, કિંમતની ચિંતા ન કરતી”
સામે છેડે - સારું, રાતે વહેલા ઘરે આવજો, આઈ લવ યુ.”
ખેલાડી - “આઈ લવ યુ ટુ!”
ફોન મૂકાઈ ગયો, બધા ખેલાડી રમત છોડી તેની સામે જોઈ રહ્યા હતા અને વિચારતા હતા કે વાહ ! આને ખરો પતિ કહેવાય !
Tuesday, July 14, 2009
જો તમારે સફળતા પ્રાપ્ત કરવી હોય તો તમારી પાસે પ્રચંડ ખંત અને દઢ ઈચ્છાશક્તિ હોવાં જોઈએ.
— સ્વામી વિવેકાનંદ
Monday, July 13, 2009
બૅન્ક ખાતુ (બી હેપ્પી)
એક ગામડા ગામનો માણસ એક બૅન્કમાં લોન લેવા માટે ગયો. એણે જઈને બૅન્કના અધિકારીને વાત કરી. અધિકારીએ પૂછ્યું : ‘બૅન્ક મેં ખાતા હૈ ?’‘
ના સાહેબ, ખાવાપીવાનું તો ઘરે જ રાખ્યું છે, બૅન્કમાં નહીં.’ ભોળા ગામડિયાએ જવાબ આપ્યો !



