Tuesday, November 30, 2010

બે કીડી સામસામે પોતાના મોં કેમ અડકાડે છે ?


કીડીના રાફડામાં બધું જ કામકાજ ગંધના આધારે થાય છે. કીડીને કોઈ જગ્યાએ ખોરાકનો મોટો જથ્થો મળી જાય તો પહેલું કામ તે ખોરાક પર ગંધ છાંટવાનું કરે છે. એ પછી રાફડાની અન્ય કીડીઓને સમાચાર આપવા માટે પાછી વળતી વખતે રસ્તામાં પણ ઠેકઠેકાણે ગંધ છોડતી જાય છે. જેથી ખોરાક શોધવા નીકળતી દરેક કીડી ગંધ પારખીને એજ રસ્તે ચાલે. આશ્ચર્યની વાત એ છે કે કીડીના દરેક રાફડાને પોતાની ચોક્કસ ગંધ હોય છે. માટે રસ્તામાં ક્યારેક સામી મળતી કીડી પોતાના જ રાફડાની છે કે કેમ તે જાણવા એકબીજીને અચૂક સૂંઘી લે છે. કોઈની ગંધ જુદી હોય તો એ કીડીને દુશ્મન રાફડાની હુમલાખોર સમજી તેનો અંત લાવી દે છે. પણ એ જ રાફડાની એકાદ કીડીને પાણીમાં બરાબર સ્નાન કરાવી બિલકુલ ગંધરહિત બનાવી તેના જ રાફડામાં મુકો તો તેમાં ગંધ ન જણાતાં રાફડાની અન્ય કીડીઓ તેને પારકી ગણી તેનો અંત લાવી દે છે. એટલે દરેક કીડીએ પોતાના રાફડાની ગંધ લાયસન્સની જેમ સાથે રાખવી પડે છે.

Sunday, July 11, 2010

શા માટે રથયાત્રા? જાણો તેનુ મહત્વ...




ભગવાન કૃષ્ણ તેમના ભાઇ ભગવાન બલરામ સાથે દ્વારકાની બહાર ગયા હતા. ત્યારે કૃષ્ણ ભગવાનની ૧૬૧૦૮ રાણીઓએ રોહિણી માતાને (બલરામની માતા) પુછ્યુ કે અમે કૃષ્ણ ભગવાનની આટલી સેવા કરીએ છે છતા કૃષ્ણ ભગવાન આખો દિવસ રાધાનુ નામ કેમ લે છે. ત્યારે રોહિણી માતા બોલયા જો કૃષ્ણ અને બલરામ રાજમહેલમા ના પ્રવેશે તો હું કહુ. રાણીઓએ વિચાર કરીને સુભદ્રાને દરવાજાની બહાર ધ્યાન રાખવા ઉભા રાખ્યા અને કહ્યુ કે કોઇને અંદર પ્રવેશવા ના દેતા. પછી રોહિણી માતાએ કથા ચાલુ કરી. સુભદ્રા દરવાજાપર કાન રાખીને અંદરની કથા સાંભળવા લાગ્યા. ત્યારે કૃષ્ણ અને બલરામ પાછા આવ્યા તો એમણે જોયુ કે સુભદ્રા દરવાજાપર કાન રાખીને ઉભા છે. કૃષ્ણ અને બલરામ રાજમહેલમા પ્રવેશવા ગયા તો સુભદ્રાએ તેમને રોક્યા. તો કૃષ્ણ અને બલરામ સુભદ્રાની જેમ દરવાજાપર કાન રાખીને અંદરની કથા સાંભળવા લાગ્યા. ત્યારે અચાનક ભક્તિના ભાવને લીધે ત્રણેના હાત અને પગ સંકોચાવા માંડ્યા અને આંખો મોટી થવા માંડી. ત્યારે કૃષ્ણ ભગવાનને મળવા નારદ મુનિ દ્વારકા આવ્યા તો તેમણે જોયુ કે કૃષ્ણ ભગવાનના હાત અને પગ સંકોચાઇ ગયા હતા અને આંખો મોટી થઈ ગઈ હતી. નારદ મુનિએ કૃષ્ણ ભગવાનને કહ્યુ કે તમારુ આ રૂપ જગતને બતાવો. તો કૃષ્ણ ભગવાનએ નારદ મુનિને આ રૂપ ત્રેતાયુગમા જગતને બતાવવાનુ વચન આપ્યુ.




ભારતમાં મુખ્ય રથયાત્રા જગન્નાથ પુરીની રથયાત્રા છે, આ ઉપરાંત અનેક શહેરોમાં આ જ દિવસે રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. ગુજરાતમાં અમદાવાદનાં જગન્નાથ મંદિરેથી નીકળતી રથયાત્રા ગુજરાતની સૌથી મોટી રથયાત્રા છે, બીજા ક્રમે વડોદરામાં ઇસ્કોન દ્વારા આયોજીત થતી રથયાત્રાને ગણાવી શકાય. આ સિવાય સુરતમાં પણ ઇસ્કોન દ્વારા આ જ દિવસે રથયાત્રાનું આયોજન મોટે ભાગે દર વર્ષે કરવામાં આવે છે. હરરોજ ભક્તોએ ભગવાનનાં દર્શન કરવા ભગવાન પાસે જવું પડે છે, પરંતુ રથયાત્રાનાં દિવસે ભગવાન સ્વયં સામે ચાલીને પોતાના ભક્તો પાસે જાય છે.





જગનાથ પુરીમાં દર વર્ષે ભગવાનનાં ત્રણે રથો નવેસરથી તૈયાર કરવામાં આવે છે.
આ રથોની ઉંચાઇ લગભગ ૪૫ ફુટ (૪-૫ માળ) જેટલી હોય છે.
પુરીનાં જગન્નાથ મંદિરમાં ભારતીય હિંદુ સિવાય અન્યને પ્રવેશ મળતો નથી.
રથયાત્રાને દિવસે નાત જાતનાં ભેદ ભાવ વગર હર કોઇ દર્શન કરી શકે છે તથા રથ ખેંચી શકે છે.
અમદાવાદની રથયાત્રામાં દર વર્ષે ફણગાવેલાં મગ, કાકડી, કેરી અને જાંબુનો હજારો (૩૦,૦૦૦-૪૦,૦૦૦) કીલો પ્રસાદ વહેંચવામાં આવે છે.
પુરીની રથયાત્રામાં જગન્નાથનાં રથનું નામ નંદીઘોષ છે.
અંગ્રેજી ભાષામાં, અતિશક્તિશાળી જેને રોકી ન શકાય તેવું, રસ્તામાં આવનાર તમામ અવરોધોને કચડી કાઢનાર, વગેરે અર્થમાં વપરાતો શબ્દ 'જગરનોટ' (Juggernaut), જગન્નાથપુરીનીં રથયાત્રા પરથી લેવામાં આવેલ છે.




Friday, April 30, 2010



દોહા


વંદન ગુર્જર ભોમને, સંત શૂરા શણગાર;
આ ધરતીની ધૂળમાં, અમૂલખ મોતી અપાર;
હૃદય જે હિન્દુસ્તાનનું, સપનાં જ્યાં સાકાર,
રાષ્ટ્રભક્તિનું ગાન કહું, કહું મતિ અનુસાર.

ચોપાઈ

કથા સાંભળો જય ગુજરાતની;
……………….. નવી સદીના સુપ્રભાતની. ॥ 1 ॥
જે ગુજરાતની નાર છે નમણી;
………………..ધન્ય ધરા ગુજરાતની અમણી. ॥ 2 ॥
પરાક્રમી પુરુષો જ્યાં પાક્યા;
……………….. લડી લડી શત્રુ જ્યાં થાક્યા. ॥ 3 ॥
અહીં કોઈ ના હિંમત હારે;
……………….. અહીં ડૂબેલાને સૌ તારે. ॥ 4 ॥
ગાંધીનું ગુજરાત ધન્ય હો;
……………….. ઊગ્યું નવું પ્રભાત ધન્ય હો. ॥ 5 ॥
પટેલ જ્યાં સરદાર ધન્ય હો;
……………….. હિન્દના પહેરેદાર ધન્ય હો. ॥ 6 ॥
ધન્ય સપૂતા આ શ્યામજી વર્મા;
……………….. દેશદાઝ ગુંજે ઘરઘરમાં. ॥ 7 ॥
રવિશંકર ને છેલ ધન્ય હો;
……………….. જીવન-મરણનો ખેલ ધન્ય હો. ॥ 8 ॥
જીવન જીવે સત આધારે;
……………….. કદી ન યાચે અહીં વધારે ॥ 9 ॥
પાપ પુણ્યનું પ્રથમ વિચારે;
……………….. વાણી મધમીઠી જ ઉચ્ચારે. ॥ 10 ॥

શુદ્ધ સ્નેહનાં ઝરણાં વહેતાં;
……………….. ડાયરા ગૂંજી ગૂંજી કહેતા. ॥ 11 ॥
વ્યાપક વિશ્વ સ્તરે ગુજરાતી;
……………….. પરદુ:ખ કાજ મરે ગુજરાતી ॥ 12 ॥
શાંત અને પ્રેમાળ સ્વભાવે;
……………….. હસમુખા હેતાળ સ્વભાવે ॥ 13 ॥
જાન જોખમે વચન નિભાવે;
……………….. ગુજરાતી જગ આખું ધ્રુજાવે ॥ 14 ॥
સાંભળે સૌને સાગરપેટો;
……………….. મા ભારતનો નીડર જે બેટો. ॥ 15 ॥
કલા કસબ ને સંતની ભૂમિ;
……………….. ગુર્જર સત્યના પંથની ભૂમિ ॥ 16 ॥
પાવાગઢ મહાકાળી ખમ્મા;
……………….. ગબ્બર ગઢ અંબાજી ખમ્મા. ॥ 17 ॥
ચોટીલે ચામુંડા ખમ્મા;
……………….. આરાસુરે અંબા ખમ્મા. ॥ 18 ॥
પ્રેમાનંદ ને દયાનંદ જ્યાં;
……………….. નરસૈયો ને બ્રહ્માનંદ જ્યાં. ॥ 19 ॥
સંતરામ નડિયાદે પરગટ;
……………….. બજરંગ બાપા સંત છે સમરથ ॥ 20 ॥
ડાડો મે’કો કરે જ્યાં સેવા;
……………….. કચ્છનાં જેસલ તોરલ કેવાં. ॥ 21 ॥
ડોંગરેજી ને સંત મોરારી;
……………….. રમેશ ઓઝા ભગવત ભારી. ॥ 22 ॥
વંદન આ ધરતીના સંતો;
……………….. વંદન ભગવા ભેખ મહંતો. ॥ 23 ॥
જ્ઞાન અને વિજ્ઞાનની ધરતી;
……………….. ગુર્જર સ્વાભિમાનની ધરતી. ॥ 24 ॥
શામ પિત્રોડાનું સંશોધન;
……………….. દૂરભાષથી રણકે જીવન. ॥ 25 ॥
વિક્રમભાઈ અજબ વિજ્ઞાની;
……………….. હિન્દનું ગૌરવ ધીરુ અંબાણી. ॥ 26 ॥
સફળ નાનજી કાળીદાસ જ્યાં,
……………….. કચ્છના ખીમજી રામદાસ જ્યાં. ॥ 27 ॥
મેઘાણીની માટી બોલે;
……………….. કાન્ત કલાપી ભેદો ખોલે. ॥ 28 ॥
સિદ્ધરાજ ને હેમચંદ્ર જ્યાં;
……………….. જગડુશા ને દીપચંદ જ્યાં. ॥ 29 ॥
નર્મદ તારી કલમ કટારી;
……………….. કાગ કવિતા અલખ અટારી. ॥ 30 ॥
ઉધાસ પંકજ ગઝલ સુણાવે;
……………….. ભજન નારાયણ સ્વામી સુણાવે. ॥ 31 ॥
પરવીન, પરેશ, સંજીવ, આશા;
……………….. હિન્દી ફિલ્મને જાણે શ્વાસા. ॥ 32 ॥
સૌથી મોટો દરિયો ગાજે;
……………….. લોક સદા મહેમાન નવાજે. ॥ 33 ॥
સૌથી ઝાઝું મીઠું પાકે;
……………….. હીરામાં છે સૌથી આગે. ॥ 34 ॥
એકતાલી છે અહીંયાં બંદર;
……………….. ઈસબગુલમાં અવ્વલ નંબર ॥ 35 ॥
મગફળીયોમાં એરંડામાં;
……………….. કોઈ ન પહોંચે તેલીબીયાંમાં ॥ 36 ॥
અવધૂત આ ગીરનારને વંદન;
……………….. દત્ત અને દાતારને વંદન. ॥ 37 ॥
જૈ જૈ જૈ ગુજરાતને વંદન;
……………….. રજકણની તાકાતને વંદન. ॥ 38 ॥
ચાલીસા ગુજરાત જે વાંચે;
……………….. ધરતી બરકત આપે સાચે. ॥ 39 ॥
‘સાંઈરામ’ બસ એટલું માંગે;
……………….. રાષ્ટ્રપ્રેમની જ્યોતિ જાગે. ॥ 40 ॥

Monday, March 29, 2010

આરોપીનાં રીમાન્ડ લેતાં લેતાં પોલીસને પરસેવો છુટી ગયો...!


આરોપીનાં રીમાન્ડ લેતાં લેતાં પોલીસને પરસેવો છુટી ગયો...!. - ૪૮ કલાકનાં રીમાન્ડ પોલીસે ૨૪ કલાકમાં જ આટોપી લીધા. પોલીસ જ્યારે કોઇ આરોપીનાં રીમાન્ડ લેતી હોય છે ત્યારે સ્વાભાવીક રીતે આરોપીને પરસેવા છુટી જતા હોય છે, જો કે બે દિવસ અગાઉ કણભા પોલીસે ઝડપેલા એક નાઇઝીરીયન યુવકે તેના રીમાન્ડ દરમિયાન પોલીસને ત્રાહિમામ કરી દિધી હતી.

બુમબરાડા, ઇંગ્લીશમાં ગીતો અને કસ્ટડીની તોડફોડ કરી નાઇઝીરીયને પોલીસને એટલી હદે પરેશાન કરી નાંખી કે પોલીસે તેનાં બે દિવસનાં રીમાન્ડ મેળવ્યા તો ખરા પણ તેને ૨૪ કલાકમાં પરત કોર્ટમાં હાજર કરી સેન્ટ્રલ જેલ ખસેડવાનું પોલીસે નક્કી કરવુ પડ્યું.

સર્કલ પી.આઇ મીશ્રાનાં જણાવ્યા અનુસાર એંથની ડિકો નામના નાઇઝીરીયન શખ્સના બે દિવસનાં રીમાન્ડ તો મળ્યા હતા, જો કે તેણે પોલીસ કસ્ટડીમાં એ હદે તોફાન મચાવ્યું હતુ કે હાજર પોલીસ કર્મીઓ પરેશાન થઇ ગયા હતા.

આખો દિવસ બુમાબુમ મચાવતો એંથની જ્યારે તેની નજીક કોઇ પુછપરછ કરવા જાય ત્યારે દિવાલમાં માથા પછાડતો કે પછી ઇંગ્લીશમાં ગીતો ગાવા લાગતો. બીજી તરફ પોલીસ માટે ભાષાની પણ મોટી તકલીફ હતી. એંથની તુટ્યુ ફુટ્યુ ઇંગ્લીશ બોલતો બાકી તેની સ્થાનીક ભાષામાં વાત કરતા પોલીસ પણ મુજવણમાં મુકાઇ હતી.

મીશ્રાએ ઉમેર્યું હતું કે હદ તો ત્યારે થઇ જયારે તેણે કસ્ટડીના ટોયલેટનાં લોખંડના દરવાજા પરથી નકુચો તોડી કસ્ટડીની દિવાલો તોડી કાઢી. નાઇઝીરીયન યુવકની આ બધી હરકતોથી પરેશાન થઇ સોમવારે સવારેજ પોલીસ તેને પરત કોર્ટ લઇ ગઇ હતી, જયાંથી તેને સેન્ટ્રલ જેલ મોકલવામાં આવશે.

Saturday, February 27, 2010

ગર્વ છે અમદાવાદી હોવાનો..


નામ ભલે અમદાવાદ હોય, લોસ એન્જલ્સ જેવી પેહ્ચાન છે, એક TGB નુ ફૂડ અને જય હિન્દ ની સોન પાપડી અમારી જાન છે. જુલતા મીનારા અને સીદ્દી સૈયદ ની જાળી અમારી શાન છે, એક વાર આવી તો જુઓ મરવાનુ મન થાય તેવુ કાકરીયા તળાવ છે, વીજય ના વડાપાવ, મહારાજ ના સમોસા અને દાસ ના ખમણ ,સનકલ્પ ના ઢોસા, હોનેસ્ટ ના ભાજીપાવ અને પટેલ નો આઇસક્રીમ, દુધિયા નો શ્રીખન્ડ, રસરનજન ની પાનીપુરી, જેલ ના ભજીયા, પનચાયત નુ પાની ને TEXTILE ઉધ્યોગ જેનુ જગ આખા મા નામ છે, BRTS ની સવારી જાને માઇકલ શુમાકર ની ફરારી, જોઇ ને અનજાઇ જાય તેવો સી.જી. રોડ અને માણેકચોક નુ ઝવેરી બજાર છે, એવુ અમારુ અમદાવાદ છે... ગર્વ છે અમદાવાદી હોવાનો...

Friday, February 19, 2010

શરીરની દુર્ગંધના લીધે મુસાફરને વિમાનમાંથી ઉતારી મુકાયો


હવાઈ મુસાફરી દરમિયાન ઘણીવાર અન્ય મુસાફરો માટે ઉભી થતી વિસમ પરિસ્થિતિઓના કારણે કોઈ પેસેન્જરને વિમાનમાંથી ઉતારી મુકવામાં આવતા હોય છે પરંતુ તેમા માટે અનેક કરણો જવાબદાર હોય છે પરંતુ કેનેડામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી હતી કે એક વ્યક્તિને વિમાનમાંથી ફક્ત એટલા માટે જ ઉતારી મુકવામાં આવ્યો હતો કારણ કે તેના શરીરમાંથી દુર્ગંધ આવી રહી હતી.


સૂત્રોના જણાવ્યા પ્રમાણે કેનેડાની જેંજ એર લાઈન્સે એક મુસાફરના શરીરમાંથી આવી રહેલી વિચિત્ર પ્રકારની દુર્ગંધના કારણે તેને વિમાનમાંથી ઉતારી મુક્યો હતો. આ દુર્ગધ વિમાનમાં બેઠેલા અન્ય મુસાફરો માટે માથાના દુ:ખાવા સમાન બની ગઈ હતી.


જેંજ એરલાઈન્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે "આસપાસના મુસાફરોએ આ બાબતની ફરિયાદ કરી હતી અને તેના કારણે એરલાઈન્સે આ પગલું ભરવું પડ્યું હતું. મુસાફરોની સુવિધા, આરામ અને સુરક્ષાએ એરલાઈન્સની પ્રાથમિકતા છે. જો વિમાનમાં સવાર બહુમતી ધરાવતા મુસાફરોને મુશ્કેલી પડતી હોય ત્યારે એરલાઈન્સે તેમની વાતનું ધ્યાન રાખવું પડતું હોય છે તેમ તેમણે જણાવ્યું હતું."

જો કે પ્રવક્તાએ વિમાનમાંથી ઉતારી મુકવામાં આવેલા મુસાફરનુ નામ જણાવવાનો ઈનકાર કર્યો હતો.

જો કે આમ તો કોઈ પણ એરલાઈન્સ કંપનીમાં ન તો એવી કોઈ જોગવાઈ છે કે ન તો કોઈ એવી નીતિ છે કે કોઈ મુસાફરને શરીરની દુર્ગંધના કારણે ઉતરી મુકવામાં આવે પરંતુ કેનેડાને જેંજ એરલાઈન્સે અન્ય મુસાફરોની વાતને ધ્યાનમાં રાખીને આમ કર્યું હતું.

Friday, January 29, 2010

ઓસ્ટ્રેલિયા સૌથી પાપી દેશઃ ફોકસ મેગેઝિનનો સર્વે






લોભ, અભિમાન અને કામ જેવાં વિશ્વના સૌથી ભયંકર ગણાતાં સાત પાપ કરવામાં ઓસ્ટ્રેલિયાનો સમગ્ર વિશ્વમાં પ્રથમ નંબર આવે છે તેમ તાજેતરમાં કરવામાં આવેલા એક સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે. બીબીસીના એક સામયિક 'ફોકસ' દ્વારા કરવામાં આવેલા 'આજન્મ પાપીઃ કુદરત તમને પાપી કેમ બનાવવા માગે છે' નામના સર્વેક્ષણમાં જણાવવામાં આવ્યું છે કે કામ, ક્રોધ, ઈર્ષ્યા, આળસ, લોભ, અહંકાર અને ખાઉધરાપણું વિશ્વના સૌથી ભયાનક પાપ છે અને બધામાં ઓસ્ટ્રેલિયા નંબર વન છે.









કયો દેશ ક્યા પાપમાં ટોપ




અમેરિકા
અકરાંતિયાપણું
દક્ષિણ આફ્રિકા ક્રોધ
જાપાન કામવાસના
દક્ષિણ કોરિયા કામવાસના
ઓસ્ટ્રેલિયા ઈર્ષ્યા
આઈસલેન્ડ આળસ અને ક્રોધ
મેક્સિકો લોભ






પાપનું માપ શી રીતે




અભિમાન પ્લાસ્ટિક સર્જરીના કેસ
ઈર્ષ્યા ચોરીના કેસ
ક્રોધ હિંસક બનાવો
આળસ કર્મચારીઓની રજાઓ
લોભ વાર્ષિક પગાર
ખાઉધરાપણું ફાસ્ટફૂડનું વેચાણ
કામવાસના પોર્નોગ્રાફીનું વેચાણ