Saturday, September 19, 2009

નવરાત્રી પ્રારમ્ભ...


આજે છે આસો સુદ એકમ.


આજથી સૌની વહાલી અને મા અંબાશક્તિની ઉપાસનાનું પર્વ એવી નવલી નવરાત્રિનો શુભારંભ.તો ચાલો મા આદ્યશક્તિની ઉપાસના કરી એ...

આજની સરસ એક વ્યંગ રચના જે આજના સમાજમાં પ્રવર્તી રહેલા નવરાત્રીના બહાના હેઠળ ચાલતી મોજમસ્તી તરફ ધ્યાન દોરે છે અને તેમની કલ્પના તો જુઓ કે માતાજીના ગરબામાં(મટકીમા) પડેલા કાણાં કદાચ આના તરફ જાણે આંગળી ચીંધી રહ્યા છે.તો મા જગદંબાને એક જ અરજ કે તેમના ભક્તોમાં રહેલા અવગુણો દૂર કરી તેઓ સદમાર્ગે ચાલે અને નવરાત્રીના ગરબા માત્ર મોજ કે શોખ ન રહેતા મા જગદંબાની ભક્તિનું પણ એક અભૂતપૂર્વ પર્વ બની રહે.તો ચાલો માણીએ આ નવરાત્રી...


જય માતાજી...

Thursday, September 17, 2009

સનેડો લાલ લાલ સનેડો...


સનેડો સનેડો ભૈ…..ભૈ…..સનેડો લાલ લાલ સનેડો
હમજીને હાંભળજો લાલ લાલ સનેડો,
હમજી હકાય તો હમજજો લાલ સનેડો…

અલ્યા લાલી કરી પાઉડર કરી
સોડી બજારમાં જાય
ભલે ભાઈ ભાઈ ભલે
આડાઅવળાં ફાંફાં મારતી
હે કોઈને ઘાયલ કરતી જાય….લાલ સનેડો
હમજીને હાંભળજો લાલ લાલ સનેડો,
હમજી હકાય તો હમજજો લાલ સનેડો…

કાચી કરે આંખે લટકે
પાકી લોકો ખાય
પરણેલા બધા મોજું કરે
હે અલ્યા વાંઢા બગાહા ખાય…લાલ સનેડો
હમજીને હાંભળજો લાલ લાલ સનેડો,
હમજી હકાય તો હમજજો લાલ સનેડો…

હાંજ પડે ને દી આથમે
ભેંસો ખીલે બંધાય
વાંઢા મારા જુવાનિયા મેળામાં મોજું કરે
હે અલ્યા પરણેલા પસ્તાય….લાલ સનેડો
હમજીને હાંભળજો લાલ લાલ સનેડો,
હમજી હકાય તો હમજજો લાલ સનેડો…