લૂંટે ભલે મુશાયરો, આ મદ નથી પસંદ,છે
વ્યગ્ર હર સુખન, કશું શાયદ નથી પસંદ!
બેકાર લવ્ઝ ગોઠવી બેબસ જબાન પર,
ફિતરતના ફીફા ખાંડતી ફુરસદ નથી પસંદ.
પકવું છું હું ય ખીચડી બીરબલની જેમ રોજ,
બે-ચાર ઝાળમાં થતું ખદખદ નથી પસંદ.
ચાલે હરણની ચાલ ને ખોડાય તો ખડા,
મનમોજી વાયરે ચઢ્યા કાસદ નથી પસંદ.
પોઢ્યાં પિરામિડો તળે સૈકાઓથી સુખદ,
બસ જિસ્મમાંથી રૂહની રુખસદ નથી પસંદ!
Tuesday, December 15, 2009
કશું શાયદ નથી પસંદ!
Subscribe to:
Posts (Atom)