આરોપીનાં રીમાન્ડ લેતાં લેતાં પોલીસને પરસેવો છુટી ગયો...!. - ૪૮ કલાકનાં રીમાન્ડ પોલીસે ૨૪ કલાકમાં જ આટોપી લીધા. પોલીસ જ્યારે કોઇ આરોપીનાં રીમાન્ડ લેતી હોય છે ત્યારે સ્વાભાવીક રીતે આરોપીને પરસેવા છુટી જતા હોય છે, જો કે બે દિવસ અગાઉ કણભા પોલીસે ઝડપેલા એક નાઇઝીરીયન યુવકે તેના રીમાન્ડ દરમિયાન પોલીસને ત્રાહિમામ કરી દિધી હતી.
બુમબરાડા, ઇંગ્લીશમાં ગીતો અને કસ્ટડીની તોડફોડ કરી નાઇઝીરીયને પોલીસને એટલી હદે પરેશાન કરી નાંખી કે પોલીસે તેનાં બે દિવસનાં રીમાન્ડ મેળવ્યા તો ખરા પણ તેને ૨૪ કલાકમાં પરત કોર્ટમાં હાજર કરી સેન્ટ્રલ જેલ ખસેડવાનું પોલીસે નક્કી કરવુ પડ્યું.
સર્કલ પી.આઇ મીશ્રાનાં જણાવ્યા અનુસાર એંથની ડિકો નામના નાઇઝીરીયન શખ્સના બે દિવસનાં રીમાન્ડ તો મળ્યા હતા, જો કે તેણે પોલીસ કસ્ટડીમાં એ હદે તોફાન મચાવ્યું હતુ કે હાજર પોલીસ કર્મીઓ પરેશાન થઇ ગયા હતા.
આખો દિવસ બુમાબુમ મચાવતો એંથની જ્યારે તેની નજીક કોઇ પુછપરછ કરવા જાય ત્યારે દિવાલમાં માથા પછાડતો કે પછી ઇંગ્લીશમાં ગીતો ગાવા લાગતો. બીજી તરફ પોલીસ માટે ભાષાની પણ મોટી તકલીફ હતી. એંથની તુટ્યુ ફુટ્યુ ઇંગ્લીશ બોલતો બાકી તેની સ્થાનીક ભાષામાં વાત કરતા પોલીસ પણ મુજવણમાં મુકાઇ હતી.
મીશ્રાએ ઉમેર્યું હતું કે હદ તો ત્યારે થઇ જયારે તેણે કસ્ટડીના ટોયલેટનાં લોખંડના દરવાજા પરથી નકુચો તોડી કસ્ટડીની દિવાલો તોડી કાઢી. નાઇઝીરીયન યુવકની આ બધી હરકતોથી પરેશાન થઇ સોમવારે સવારેજ પોલીસ તેને પરત કોર્ટ લઇ ગઇ હતી, જયાંથી તેને સેન્ટ્રલ જેલ મોકલવામાં આવશે.