
અહીં પ્રેમ કેરો સાદ છે,
પ્રભુજીનો પ્રસાદ છે,
ને પ્રકૃતિનો વરસાદ છે!
બૉસ, આ ગુજરાત છે!
અહીં નર્મદાનાં નીર છે,
માખણ અને પનીર છે,
ને ઊજળું તકદીર છે!
યસ, આ ગુજરાત છે!
અહીં ગરબા-રાસ છે,
વળી જ્ઞાનનો ઉજાસ છે,
ને સોનેરી પરભાત છે,
અલ્યા, આ ગુજરાત છે!
અહીં ભોજનમાં ખીર છે,
સંસ્કારમાં ખમીર છે,
ને પ્રજા શૂરવીર છે!
કેવું આ ગુજરાત છે!
અહીં વિકાસની વાત છે,
સાધુઓની જમાત છે,
ને સઘળી નાત-જાત છે,
યાર, આ ગુજરાત છે!
અહીં પર્વોનો પ્રાસ છે,
તીર્થો તણો પ્રવાસ છે,
ને શૌર્યનો સહવાસ છે!
દોસ્ત, આ ગુજરાત છે!
Friday, July 31, 2009
બૉસ, આ ગુજરાત છે !
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment