એક વખત બે ભૂત એક બિજા સાથે વાત કરી રહ્યા હતા. પહેલુ ભૂત બિજા ભૂત ને : તારુ મોત કેવી રીતે થયું હતુ ?
બિજુ ભૂત : મારું મોત તો ઠંડી ના લીધે થયુ હતુ.
પહેલુ ભૂત : એ કેવી રીતે ?
બિજુ ભૂત : હું એક વાર ફ્રીઝ માં પુરાઇ ગયો હતો અને પછીલાંબા સમય સુધી એમા જ રહેવા થી હું મ્રુત્યુ પામ્યો હતો.
પહેલુ ભૂત : તો તારો ઠંડી થી મરવા નો અનુભવ કેવો રહ્યો ?
બિજુ ભૂત : પહેલા તો ફ્રીઝ માં બેઠો ત્યારે મને સારુ લાગ્યું.પછી ઠંડી ધીરે ધીરે વધારે લાગવા માંડી. પછી તો મારી આંખસામે ધીરે ધીરે અંધારા આવવા લાગ્યા. મને ગભરામણ થવાલાગી. અને પછી હું મ્રુત્યુ પામ્યો.
બિજુ ભૂત પહેલા ભૂત ને : તારુ મ્રુત્યુ કેવી રીતે થયુ હતુ ?
પહેલુ ભૂત : મારુ મોત હાર્ટ એટેક થી થયુ હતુ.
બીજુ ભૂત : ઓહ્હ્હ.... પણ તને હાર્ટ એટેક કેમ આવ્યો હતો ?
પહેલુ ભૂત : ખરેખર એમા એમ હતુ કે.... મને એક દીવસ ખબરપડી કે મારી પત્ની નું બિજા કોઇ સાથે લફડુ છે. અને એ વ્યક્તિઅત્યારે મારા ઘરમાં છે. એટલે હુ તરત જ ઉતાવળે મારા ઘરેગયો. ત્યા મેં બહાર કોઇના બુટ પડેલા જોયા. એટલે મને ખાતરીથઇ ગઇ કે એ વ્યક્તિ મારા ઘરમાં જ છે. એટલે હુ તરત જ દોડીને ફટાફટ દાદરા ચડી ને ઉપર બેડરૂમ માં ગયો. પણ ત્યાંમારી પત્ની એકલીજ હતી એટલે હું દોડી ને બાથરૂમ માં જોવાગયો પણ એ ત્યાં પણ નહતો. એટલે પછી મે એને શોધવા માટેઆખા ઘર માં દોડાદોડ કરી મુકી જેના લીધે મને હાર્ટ એટેકઆવ્યો.
બિજુ ભૂત : તે ફ્રીઝ માં જોયું હતુ ?
પહેલુ ભૂત : ના.
બિજુ ભૂત : તો પછે તારે ફ્રીઝ માં જોવુ હતુ ને... તે જોયુ હોત તોકદાચ આજે આપણે બન્ને જીવતા હોત ....
Friday, July 31, 2009
જીવતા ભુત્ત...
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment