સાયબરની સફરે નીકળ્યો, કરી માઉસ પર સવારી,
ઈન્ટરનેટને આંગણે મારે ગોતવા હતા ગિરધારી.
યાહુ-ગુગલે સર્ચ આદરી, લખ્યું જ્યાં ગિરધારી,
આવી પહોંચી જાહેરાતો, ‘વિથ બ્રાંડ નેમ’ ગિરધારી.
ફરી ફરીને સર્ચ કરી તો પ્રગટી ફોજ કુક્કીની સારી,
આવી ગોપી હોય નહિં, ને આવા નહિં ગિરધારી.
અંતે ‘સાઈટ’ મળી, ત્યાં આવી ‘રજીસ્ટર’ ની બારી,
‘લોગોન’ માટે ગોકુલ રાખ્યું, ‘પાસવર્ડ’ કર્યું મોરારી.
દર્શન કરવા દખણા માંગી ક્રેડિટકાર્ડથી સારી,
ક્લિક કર્યું ત્યાં મળવા આવ્યા રાધા ને ગિરધારી.
ધન્ય થયો હું દર્શન કરીને, ઘર બેઠે મળ્યા મોરારી,
‘ડાઉનલોડ’ મેં કરી લીધું, ફ્રી દર્શન જિંદગી સારી...
Thursday, January 28, 2010
ઘર બેઠે ગિરધારી ...
Subscribe to:
Post Comments (Atom)
1 comments:
Very good.
Read at
http://dhavalrajgeera.wordpress.com/2010/04/17/ghar_betha/
Who is original author? My congratulations to him as a net savvy blogger.
Post a Comment